હળવદ : રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગર અને કમિશનર, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર દ્વારા તા. 27/08/2025ના રોજ તરણેતરના સુપ્રસિદ્ધ મેળામાં આયોજિત દ્વિતીય ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધા, તરણેતર ૨૦૨૫-૨૬માં લોકવાર્તા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હળવદના પ્રવીણકુમાર શંકરભાઈ તારબુંદીયા ઉર્ફે રામભાઈ દલવાડીએ પણ ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પ્રવીણકુમાર પ્રથમ ક્રમે વિજેતા બન્યા હતા. તેમની આ સિદ્ધિ બદલ જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલ દ્વારા તેમને પ્રમાણપત્ર અને શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.