મોરબી : શ્રી માધવરાયજીનુ મંદિર ગ્રીનચોક મોરબી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવનું આયોજન મંદિરના પૂજારી ભાવેશભાઈ તથા મહેશભાઈ ટંકારીયા તથા બધા ગ્રુપના સભ્ય ભેગા મળીને કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, છેલ્લા 23 વર્ષથી ગણેશ ઉત્સવનું આયોજન કરવામા આવે છે. ત્યારે આ સતત 24માં વર્ષે આ ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દર વર્ષે ની જેમ આ વર્ષે પણ અલગ અલગ સ્વરૂપમાં ગણપતિદાદાના દર્શનનો લાભ લેવા બધા ભાવિભક્તજનોને પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.