મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 30 ઓગસ્ટ ને શનિવારના રોજ ઘઉં, તલ, જીરું, બાજરો, સીંગફાડા અને ચણા ઉપરાંત લીલા મરચાં, રીંગણાં, કારેલાં, ગુવાર, ભીંડો, ટામેટાં, કોબીજ, કાકડી, લીંબુ, દૂધી અને સુક્કી ડુંગળી સહિતની શાકભાજીની પણ આવક થઈ હતી. આજે 362 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી અને ઘઉંના સૌથી ઊંચા ભાવ 549 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા.આ ઉપરાંત 110 ક્વિન્ટલ તલની આવક થઈ છે અને તલના ઊંચા ભાવ રૂપિયા 1946 સુધી બોલાયા હતા. તો જીરુંના 3530, બાજરાના 553, સીંગફાડાના 1300 અને ચણાના 1085 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 200 રૂપિયા, રીંગણાના 600 રૂપિયા, કારેલાના 80 રૂપિયા, ગુવારના 700 રૂપિયા, ભીંડાના 300 રૂપિયા, ટામેટાના 440 રૂપિયા, કોબીજના 320 રૂપિયા, કાકડીના 500 રૂપિયા, લીંબુના 500 રૂપિયા, દુધીના 160 રૂપિયા અને સુક્કી ડુંગળીના 320 રૂપિયા ભાવ બોલાયા છે.