એસપી રોડ, શકત શનાળા, અમરેલી, ભડીયાદ અને લીલપર રોડ સહિતના રસ્તાઓ હવે ટકાટક બનશેમોરબી : મોરબી શહેરને મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યા બાદ એક પછી એક વિકાસ કામો શરૂ થયા છે અને સૌથી પેચીદા એવા રસ્તાનો પ્રશ્ન પણ હવે હલ થશે. અગાઉ નગરપાલિકા શાસનમાં મોરબી શહેરની આજુબાજુના અનેક રસ્તાઓ માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તક આવતા હોવાથી આવા માર્ગોના કામ ટલ્લે ચડતા હતા જો કે, મોરબી મહાનગર બનતા જ આવા 15 રસ્તાઓ શહેરની હદમાં આવી જતા માર્ગ અને મકાન વિભાગે અંદાજે 45 કિલોમીટરથી વધુ લંબાઈના રસ્તા મોરબી મહાપાલિકાને સોંપી દીધા છે. જેમાં એસપી રોડ, શકત શનાળા, અમરેલી, ભડીયાદ અને લીલપર રોડ સહિતના રસ્તાઓનો સમાવેશ થાય છે.મોરબી શહેરને મહાપાલિકાનો દરજ્જો મળતા મહેન્દ્રનગર, શકત શનાળા, ભડીયાદ, રવાપર સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર મોરબીમાં સમાવિષ્ઠ થતા શહેરી વિસ્તારમાં આવી ગયેલા આ તમામ વિસ્તારના રસ્તાઓ માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા મહાપાલિકાને સોંપણી કરવામાં આવી છે. અગાઉ આ મામલે ઠરાવ થયા બાદ હાલમાં હયાત રસ્તાઓ જે સ્થિતિમાં છે તે સ્થિતિ મુજબ રસ્તાની લંબાઈ અને પહોળાઈના માપ સાથેની સોંપણી માર્ગ અને મકાન વિભાગ દ્વારા મહાનગર પાલિકાને કરી દેવામાં આવી છે.નોંધનીય છે કે, મોટાભાગના રસ્તાઓ શહેરની હદમાં આવી ગયા છે.દરમિયાન મોરબી મહાપાલિકાના સીટી ઈજનેર હિતેશ આદ્રોજાએ જણાવ્યું હતું કે, માર્ગ અને મકાન વિભાગ દ્વારા કુલ 45.18 કિલોમીટર લંબાઈના રસ્તાઓ મહાપાલિકાને સોંપવામાં આવ્યા છે જેમાં તમામ રસ્તાઓની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા હાલમાં ચકાસણી કરવામાં આવી રહી હોવાનું તેમને જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મહાપાલિકાને સોંપવામાં આવેલ માર્ગો ઉપર અનેક દબાણો પણ ઉભા હોય આગામી સમયમાં આ તમામ રસ્તાઓની ચકાસણી કરી દબાણ હટાવવા તેમજ રોડ રસ્તા નવા બનાવવા સહિતની કામગીરી પણ હાથ ધરાશે.ક્યાં-ક્યાં રસ્તાઓની થઇ સોંપણી1. મોરબી-લીલાપર રોડ - 5 કિમિ2. અમરેલી એપ્રોચ રોડ - 1.78 કિમિ3. જુના લીલપર-નવા લીલાપર રોડ - 1 કિમિ4. મોરબી-ભડીયાદ રોડ - 3 કિમિ5. શનાળા-રવાપર રોડ - 3.10 કિમિ6. મહેન્દ્રનગર-ઘુંટુ રોડ - 1.70 કિમિ7. નાની વાવડી-નવલખી રોડ - 2 કિમી8. નેશનલ હાઇવેથી મહેન્દ્રનગર રોડ - 1 કિમિ9. લાલપર ભડીયાદ રોડ - 3 કિમિ10. નાની વાવડી-શનાળા રોડ - 5.80 કિમિ11. એસપી રોડ - 5.10 કિમિ12. માધાપરથી કેનાલ રોડ -2.10 કિમિ13. મોરબી-ઘુંટુ રોડ - 1.70 કિમિ14. મોરબી-ધરમપુર-સાદુળકા રોડ - 3.70 કિમિ15. મોરબી રફાળેશ્વર રોડ - 5 કિમિ