બે ટ્રેનો રદ તો એક આંશિક રદ: પોરબંદર–મુઝફ્ફરપુર એક્સપ્રેસ પરિવર્તિત કરાયેલ માર્ગે દોડશેરાજકોટ: ગોરખપુર-ડોમિનગઢ સ્ટેશનો વચ્ચે થર્ડ લાઇનના કામ અને ગોરખપુર-નકાહા જંગલ સ્ટેશનો વચ્ચે ડબલિંગના કામ માટે ઉત્તર પૂર્વ રેલવે પર 22 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર, 2025 સુધી બ્લોક લેવામાં આવશે. આ કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ, આંશિક રીતે રદ અને પરિવર્તિત માર્ગે દોડશે. જેમાં 28 સપ્ટેમ્બર, 2025 ના રોજ ઉપડનારી ટ્રેન સંખ્યા 15046 ઓખા–ગોરખપુર એક્સપ્રેસ તેમજ 25 સપ્ટેમ્બર, 2025 ના રોજ ઉપડનારી ટ્રેન સંખ્યા 15045 ગોરખપુર–ઓખા એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. તેમજ ટ્રેન નંબર 15046 ઓખા–ગોરખપુર એક્સપ્રેસ 21 સપ્ટેમ્બર, 2025 ના રોજ ખલીલાબાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. તેથી, આ ટ્રેન ખલીલાબાદ અને ગોરખપુર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.આ ઉપરાંત 25 સપ્ટેમ્બર, 2025 ના રોજ ઉપડનારી ટ્રેન નંબર 19269 પોરબંદર–મુઝફ્ફરપુર એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા લખનઉ જં.–સુલતાનપુર–વારાણસી–ઔડિહાર–છપરા–મુઝફ્ફરપુર સ્ટેશનના રસ્તે દોડશે.