ટંકારા : શિક્ષણ ક્ષેત્રે જાણીતા એવા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં નવયુગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય નવયુગ કા રાજા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દરરોજ સવારે તેમજ સાંજે મહાઆરતી તેમજ 56 ભોગ અન્નકૂટ દર્શન ઝાંખીનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે.આ ગણેશ મહોત્સવમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજના તમામ વિદ્યાર્થી તેમજ સ્ટાફગણ જોડાઈને આ દિવ્ય ઉત્સવનો લાભ લઈ રહ્યા છે. આ તકે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રેસિડેન્ટ પી.ડી કાંજીયા દ્વારા આવા દિવ્ય અને ભવ્ય આયોજન બદલ વિદ્યાર્થીઓને ખૂબ શુભકામનાઓ તેમજ જીવનની અંદર ભણતરની સાથે ભક્તિમય વાતાવરણ અને ભારતીય સંસ્કૃતિની પરંપરા કેળવીને અને તેના જતન માટે આગળ વધે અને સંસ્કૃતિને જાળવવા સાથે સાથે શુભ સંસ્કારોનું સિંચન થાય એવા હેતુથી આ દરેક વિદ્યાર્થીઓનું જીવન ધન્ય બને એવી શુભકામનાઓ પાઠવી હતી. આયોજન કુલ સાત દિવસ માટે કરવામાં આવ્યું છે. જેનું વિસર્જન તારીખ 2/9/2025 ના રોજ યોજવામાં આવશે.