મોરબી: મૂળ રંગપર (બેલા) નિવાસી હાલ મોરબી રહેતા સેવંતીલાલ દલિચંદ દોશી (ઉ.વ.૯૫) તેઓ સ્વ. દલિચંદ તારાચંદ દોશીના પુત્ર, તરૂણભાઈ દોશી, ભારતીબેન હરેશકુમાર શાહ (મુંબઈ), સ્વ. શિલ્પાબેન સમીરકુમાર મહેતા (મુંબઈ), સ્વ.જીતેશના પિતાશ્રી તથા મોનાબેન દોશીના સસરા તથા પાર્થ દોશી તથા રત્ના કેયુરકુમાર વોરા (જામનગર)ના દાદા, જીનલ તથા કેયુરકુમારના દાદાજી સસરા, તેમજ આધ્યા પાર્થભાઇ દોશીના પરદાદા, સ્વ.લક્ષ્મીચંદ ખેતશીભાઈ વોરા (લતીપર)ના જમાઈનું તા.૨૯/૦૮/૨૦૨૫ ના રોજ અવસાન થયેલ છે. તેમની સ્મશાન યાત્રા આવતીકાલે તા. ૩૦/૦૮/૨૫ને શનિવાર સવારે ૧૧/૦૦ કલાકે તેમના નિવાસ સ્થાન ૧૦, શક્તિ પ્લોટ, શ્રીજી પેલેસથી નીકળશે.