એક સ્થળે 8 ફૂટથી ઉંચી મૂર્તિઓ સ્વીકારાશે, અન્ય 4 સ્થળોએ 8 ફૂટથી નાની મૂર્તિઓ સ્વીકારાશે : મૂર્તિ જમા કરાવતા પહેલા, સંબંધિત કલેક્શન સેન્ટર પરના ઇન્ચાર્જ અધિકારીનો સંપર્ક કરવા અપીલમોરબી: મોરબી શહેરમાં જુદી સુધી જગ્યાએ ગણપતિજીનું સ્થાપન કરવામાં આવ્યું છે. ત્યારે ગણેશ મહોત્સવના સમાપન પર મહાપાલિકા દ્વારા ગણેશજીની મૂર્તિઓના સુરક્ષિત વિસર્જન માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મહાપાલિકા દ્વારા વિસર્જન માટે ૮ ફૂટથી વધુ ઊંચી મૂર્તિઓ માટે એક સ્થળે અને ૮ ફૂટ કે તેથી ઓછી ઊંચાઈની મૂર્તિઓ ચાર સ્થળે કલેક્શન સેન્ટર બનાવવામાં આવ્યા છે.આ વર્ષે તા. ૩૧/૦૮/૨૦૨૫ (રવિવાર), ૦૨/૦૯/૨૦૨૫ (મંગળવાર), ૦૪/૦૯/૨૦૨૫ (ગુરુવાર) અને ૦૬/૦૯/૨૦૨૫ (શનિવાર)ના રોજ સવારે ૧૦ વાગ્યાથી રાત્રે ૮ વાગ્યા સુધી મૂર્તિઓ એકત્રિત કરવામાં આવશે. જેમાં ૮ ફૂટથી વધુ ઊંચાઈની મૂર્તિઓ માટેનું કલેક્શન સેન્ટર પિકનિક સેન્ટર, શોભેશ્વર રોડ ખાતે રહેશે. તેમજ ૮ ફૂટ કે તેથી ઓછી ઊંચાઈની મૂર્તિઓના કલેક્શન માટે ૪ સ્થળોએ વ્યવસ્થા કરાઈ છે. જેમાં 1) સ્કાય મોલ, શનાળા રોડ, 2) પોલીસ પરેડ ગ્રાઉન્ડ, જેલ રોડ 3) એમ.પી. શેઠ ગર્લ્સ હાઈ સ્કૂલ અને 4) એલ.ઈ. કોલેજ, ક્રિકેટ ગ્રાઉન્ડ, મોરબી-2 ખાતે વ્યવસ્થા કરાઈ છે. મહાપાલિકાએ લોકોને અપીલ કરી છે કે તેઓ મૂર્તિઓ ફક્ત આ નિર્ધારિત સ્થળોએ જ જમા કરાવે અને નદી, નાળા અથવા અન્ય કોઈ ખુલ્લા સ્થળોએ વિસર્જન ન કરે. મૂર્તિ જમા કરાવતા પહેલા, સંબંધિત કલેક્શન સેન્ટર પરના ઇન્ચાર્જ અધિકારીનો સંપર્ક કરવા પણ જણાવાયું છે. જેમાં સ્કાય મોલ વિસ્તારમાં મયુરભાઈ ધોળકિયા (6354992588) અને સમીરભાઈ સુમરા (9157117063), પોલીસ પરેડ ગ્રાઉન્ડ માટે મેહુલ દસાઈ (8238189517) અને જાબીરહુસેન મન્સૂરી (9099730665), એમ પી શેઠ ગર્લ્સ હાઈસ્કુલ માટે ભાવેશ વાળા (8866226464) અને સતીષ બગડા (9601098178), એલ ઇ કોલેજ ગ્રાઉન્ડ માટે અભિષેક સોલંકી (9898968224) અને પાર્થ રાઠોડ (9313055277) તેમજ મોરબી મહાપાલિકા પીકનીક સેન્ટર ખાતે હરેશભાઈ બુચ (7778879879), દર્પણ બુચ (9825489876) અને હિતેશભાઈ રવેશિયા (9879880052) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.