શુક્રવાર અને શનિવાર બે દિવસ વકીલો તમામ પ્રકારની કાનૂની કાર્યવાહીથી અલિપ્ત રહેશેમોરબી : સુપ્રીમ કોર્ટની કોલેજિયમની એક બેઠકમાં વિવિધ હાઇકોર્ટના 14 જજની ટ્રાન્સફરની ભલામણ કરવામાં આવી છે, જે પૈકી બે જજ ગુજરાત હાઇકોર્ટના પણ છે. જેમાં જસ્ટિસ સંદીપ ભટ્ટની ટ્રાન્સફરનો પણ પ્રસ્તાવ સુપ્રીમની કોલેજિયમે કર્યો છે. જસ્ટિસ સંદીપ એન. ભટ્ટની બદલી મધ્યપ્રદેશ હાઇકોર્ટ કરવાની ભલામણ કરવામાં આવી છે. જેના વિરોધમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિયેશન દ્વારા અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરવામાં આવી છે. પરિણામે મોરબી બાર એસોસિએશને પણ ટેકો આપી આજે અને આવતીકાલે બે દિવસ હડતાલ જાહેર કરી છે.મોરબી બાર એસોસિએશનના જણાવ્યા અનુસાર ગુજરાત રાજય જસ્ટિસ સંદિપ એન. ભટ્ટ સાહેબની બદલી ગુજરાત હાઈકોર્ટમાં આંતરિક રાજકરણ અને જૂથવાદ અંગે કરેલ હોય તેવું લાગી રહ્યું હોય જેની અસર જ્યૂડીસીયરીની ગરીમાને લાંછન લાગે તેવી હોય જેથી તેઓની બદલીનો આદેશ પાછો ખેંચવા માટે સુપ્રિમ કોર્ટના કોલેજીયમ સમક્ષ રજુઆત કરવા તથા સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ અને કોલેજીયમના સભ્યો સમક્ષ રજુઆત કરવાનું સર્વાનુંમતે ઠરાવવામાં આવે છે. ગુજરાત હાઈકોર્ટ બાર એસોસીયેશન દ્વારા આ મામલે અચોક્કસ મુદતની હળતાલ કરી છે. તેને મોરબી જીલ્લા બાર એસોસીયેશનનો સંપૂર્ણ ટેકો જાહેર કરીએ છીએ. તેમજ તા.૨૯/૦૮/૨૦૨૫ અને તા.૩૦/૦૮/૨૦૨૫ ના રોજ તમામ પ્રકારની કાનૂની કાર્યવાહીથી અલિપ્ત રહેવાનું સર્વાનુંમતે ઠરાવવામાં આવે છે.