5 સપ્ટેમ્બરના રોજ વાંકાનેરમાં નીકળશે જુલુસપૂર્વ ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને ઉજવણીને લઈને મહત્વની મીટિંગ યોજાઈવાંકાનેર : પયગંબર હઝરત મોહંમદ સાહેબ (સલ્લલ લાહો અલયહ વ આલે હી વ સલ્લમ) ના 1500માં મિલાદ શરીફ (જન્મ જયંતિ) ઉજવવા માટે વાંકાનેરના મુસ્લિમ સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પ્રસંગે લક્ષ્મીપરા - હુસૈની ચૌક ખાતે તારીખ 28 ઓગસ્ટના રોજ પૂર્વ ધારાસભ્ય મોહંમદ જાવેદ પીરઝાદાના અધ્યક્ષસ્થાને વાંકાનેર શહેર મુસ્લિમ સમાજના યુવાનો અને આગેવાનોની મીટિંગ યોજવામાં આવી હતી. જેમાં મીરસાહેબ પીરઝાદાના પુત્ર એડવોકેટ શકીલ પીરઝાદા, મુસ્લિમ સમાજના મહામંત્રી મોહંમદભાઈ રાઠોડ સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રંસંગે તમામ યુવાનો પાસે સૂચનો માંગવામાં આવ્યા હતા. જેમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેની વાત કરીએ તો રાબેતા મુજબ ઈદે મિલાદના દિવસે તા.05/09/2025ના રોજ જુમ્માની નમાઝ બાદ લક્ષ્મીપરા - મીરુમિયાં બાવાની દરગાહથી જુલુસ શરૂ થશે, જે દાણાપીઠ ચોક થી જોરાવાર પીર બાવાની દરગાહે પહોંચી સલાતો સલામ બાદ આ જુલુસ ગ્રીન ચોક થી મેઈન બજાર - ચાવડી ચોક થી શાહ બાવાની દરગાહે પહોંચી ત્યાં ચાદર ચઢાવી આ જુલુસ રામ ચોક - પ્રતાપ ચૌક - માર્કેટ ચોક થી પ્રતાપ રોડ થઇ લક્ષ્મીપરા હુસૈની ચોક ખાતે વિસર્જન થશે. બાદમાં જવાસા રોડ પાસે આવેલા હૈદરી ચૌક ખાતે આમ નિયાઝ રાખવામાં આવેલ હોઈ જેનો લાભ તમામ લોકોએ લેવા જાહેર અપીલ કરવામાં આવી છે. આ પ્રસંગે લક્ષમીપરા હુસૈની ચોક ખાતે તા.04/09/2025 ગુરુવારની મોડી રાત્રી થી સુબહ સાદિક સુઘી પયગંબર સાહેબની યાદમાં નાત શરીફ-સલાતો સલામ પેશ કરવામાં આવશે. આયોજકો દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે કે, આ જુલૂસમાં ફટાકડા ફોડવા અને કલર ઉડાડવા પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.આ જુલૂસમાં ડીજે પર ધીમે અવાજે ફક્ત નાત શરીફ કે કવ્વાલી વગાડવાની જ છૂટ છે, અન્ય કોઈ ગીત-સંગીત પર સખ્ત મનાઈ કરવામાં આવી છે. માહે રબીઉલ અવ્વલના હાલના દિવસોમાં ઈદે મિલાદ સુધી તમામ મુસ્લિમ બિરાદરો પોતાના ઘરો અને દુકાનો સીરીજ લાઈટ થી શણગાર કરે તેવી અપીલ કરવામાં આવી છે.