પારસીપેની (ન્યૂજર્સી) : અમેરિકાના ન્યૂજર્સી રાજ્યના પારસીપેનીના નોલ રોડ પર મોરબી સહિતના ભારતવાસીઓ દ્વારા ભગવાન ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે ગત તારીખ 28 ઓગસ્ટના રોજ ભગવાન ગણેશજીનું જળમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.પારસીપેનીમાં મોરબી સહિત દક્ષિણ ભારતના લોકો દ્વારા ભગવાન ગણેશજીને શેરીમાં દર્શન માટે રવાડી દ્વારા સ્તુતિ, આરતી, પૂજન કરતા કરતાં જય ગણેશ દેવા, જય ગણેશ દેવા તથા ગણપતિ બાપ્પા મોરિયાના નારા સાથે ગણેશજીને જળમાં પધરાવીને ફૂલ, ચોખા તથા આરતી ઉતારીને વિસર્જન કરવામાં આવ્યું હતું. સાથે જ પ્રસાદરૂપે ભગવાન ગણેશજીને પ્રિય લાડુ તથા ચોખા સાથે મિષ્ટાન પ્રસાદ ભક્તોને આપવામાં આવ્યો હતો. મોરબીના ગુણવંત આરદેસણા દ્વારા દેશભક્તિના ભારત માતાકી જય, વંદે માતરમના નારા લગાવી ભગવાન ગણેશજીનું વિસર્જન કરાયું હતું.