ગણેશ મહોત્સવમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના મહાનુભવોએ દર્શન કરી ધન્યતા અનુભવીમોરબી : મોરબીના નવા હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં આજે રાત્રે 9:00 વાગ્યે દિવ્યાંગ બાળકો દાદાની આરતી ઉતારશે અને ત્યારબાદ રાત્રે 9:30 વાગ્યે ખોડિયાર મેલડી મંડળ માતાજીના અવનવા રાસ રજૂ કરશે.મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ન્યુ હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવનું સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર દ્વારા અયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ વિધ્નહર્તાની પૂજા અર્ચના, આરતી કરીને આરાધના કરવામાં આવે છે. ત્યારે આજે આ હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં રાત્રે દિવ્યાંગ બાળકોના હસ્તે દાદાની આરતી ઉતારવામાં આવશે અને ત્યારબાદ ખોડિયાર મેલડી મંડળ દ્વારા માતાજીના અવનવા રાસ રજૂ કરવામાં આવશે. આ માતાજીના રાસ મંડળને નિહાળવા દરેક ધર્મપ્રેમી જનતાને ભાવભીનું નિમંત્રણ પાઠવ્યું છે.તેમજ હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવના બીજા દિવસે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કણઝારીયા, મોરબી નગરપાલિકાના પૂર્વ સદસ્ય શૈલેષભાઈ મકાસણા, મહાવીરસિંહ જાડેજા, મનીષભાઈ ભોજાણી, આગેવાન વનરાજસિંહ જાડેજા, શહેર ભાજપ ઉપપ્રમુખ દીપકભાઈ સોમૈયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.