નાના ખીજડિયા - ઘુનડા રોડ ઉપર બાઈક ચાલકે ઇકો સાથે બાઈક અથડાવ્યુંટંકારા : ટંકારા તાલુકાના નાના ખીજડિયા ગામથી ઘુનડા જવાના રસ્તે પુરપાટ ગતિએ બાઈક હંકારી બાઈક ચાલકે સામેથી આવતી ઇકો કાર સાથે બાઈક અથડાવી દેતા બાઈક સવાર બન્ને યુવાનના મૃત્યુ નિપજ્યા હતા. બનાવ અંગે ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.4 ઓગસ્ટના રોજ ટંકારા તાલુકાના નાના ખીજડિયા ગામથી ઘુનડા જવાના રસ્તે એમપી - 46 - ઝેડએફ - 6515 નંબરના બાઈક ચાલક અનિલભાઈ ખુમસિંગ મંડલોઇએ પુરપાટ ઝડપે બાઈક ચલાવી સામેથી આવતી જીજે - 36 - એસી - 6268 સાથે બાઈક અથડાવતા ગંભીર અકસ્માતમાં બાઈક ચાલક અનિલ ખુમસિંગ મંડલોઈ અને બાઈક પાછળ બેઠેલા રામ માંગુ બામનીયાનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે રાજેશભાઇ દેવકરણભાઈ ઝીંઝુવાડિયા રહે.ઘુનડા ખાનપર તા.ટંકારા વાળાએ ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.