વાંકાનેર : વાંકાનેર તાલુકાના વીડી ભોજપરા ગામની સીમમાં બે દિવસ પહેલા વાડીના શેઢે મુકેલ ઝટકા વીજ કરંટને કારણે કાળુભાઇ દાનાભાઈ ગમારાની ગાયનું મૃત્યુ થતા બનાવ સ્થળ જોવા ગયેલા ફરિયાદી જગાભાઈ ધારાભાઈ કાટોળીયાને અજાણ્યા મોટર સાયકલ ચાલકે આ બાજુ આવવું નહીં કહી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.