મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં ઠેર ઠેર ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોરબીના શનાળા રોડ પર આવેલા પીજી ક્લોક સોસાયટી ખાતેના સોમનાથ ટાવર-2 ખાતે પણ જાજરમાન ગણપતિ મહોત્સવનું આયોજન કરાયું છે. સોમનાથ ટાવર-2 ખાતે રહેવાસીઓ દ્વારા સોમનાથ ટાવર કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન કરાયું છે. વાજતે ગાજતે ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે. અહીંયા દરરોજ નાના બાળકોથી માંડીને મોટી ઉંમરના વૃદ્ધોની ઉપસ્થિતિમાં આરતી, પૂજા સહિતના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. જેનો આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે.