મોરબીના નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે. એમાંય લાલપર પાસે હાઈવે પર મસમોટા ખાડા પડી ગયા છે. મુખ્ય હાઈવે પર જ ખાડા પડી ગયા હોય અહીંથી પસાર થતાં હજારો વાહનચાલકોને દરરોજ હેરાનગતિ ભોગવવી પડી રહી છે. હાલ ચોમાસાની સિઝન ચાલુ હોય વરસાદ પડે ત્યારે ખાડામાં પાણી ભરાય જાય છે અને વાહનચાલકોને ખાડા દેખાતા નથી જેથી અકસ્માતનો ભય પણ ઉભો થયો છે.હાઈવે પર ખાડાના કારણે અવાર નવાર રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે. સાંજના સમયે સિરામિક એકમોમાંથી કર્મચારીઓ છુટે છે ત્યારે ખાસ કરીને વધારે ટ્રાફિકજામ સર્જાય છે. જેના કારણે વાહનચાલકો પરેશાન થઈ ગયા છે અને મસમોટો ટોલ ઉઘરાવનાર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ મુશ્કેલીનું સમાધાન કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.