મોરબી : રાજ્યના પોલીસ મહાનિરીક્ષક દ્વારા 118 પીએસઆઈની બદલી કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લામાં ફરજ બજાવતા બગડા ભાનુબેન મંગાભાઈની રાજકોટ ગ્રામ્યમાં બદલી કરવામાં આવી છે. સામે ભાવનગરના કુરેશી મુસ્તુફાભાઈ જબ્બરભાઈ, જાડેજા હરેન્દ્રસિંહ રણજીતસિંગ તેમજ પૂર્વ કચ્છ-ગાંધીધામના ખાંભલા દિનેશભાઇ વિરાભાઈ, મહિસાગરના રાણા જયદેવસિંહ કૃષ્ણસિંહ અને પશ્ચિમ કચ્છ-ભુજના ટાપરિયા રાજેન્દ્ર ભીખુભાઇને મોરબી જીલ્લામાં મુકવામાં આવ્યા છે. આમ મોરબીથી એક પીએસઆઈની બદલી થઈ છે. સામે 5 પીએસઆઈ મળ્યા છે.