લાયન્સ ક્લબ ગ્રુપ દ્વારા 50 બાંકડાઓ મુકાયા, સનાતન યુવા ગ્રુપ દ્વારા વધુ 10 બાંકડાઓ મુકાશેમોરબી: મોરબી મહાપાલિકાની ગાર્ડન શાખાએ શહેરના નાગરિકોની સુવિધા માટે ગાર્ડન અને ફરવાલાયક સ્થળોમાં સુધારાઓ કરવાનું શરૂ કર્યું છે. આ પહેલના ભાગરૂપે, મોરબીના મયુરબ્રિજ પર નવા બાંકડા મૂકવામાં આવ્યા છે, જેથી રાત્રિના સમયે અહીં આવતા લોકો આરામથી બેસી શકે અને આનંદ માણી શકે.અગાઉથી મૂકવામાં આવેલા બાંકડા ઉપરાંત, તાજેતરમાં વધુ બાંકડા ઉમેરવામાં આવ્યા છે, જેથી બ્રિજ પર હવે કુલ અંદાજે 80 બાંકડા મુકેલ છે. જેમાં લાયન્સ ક્લબ ગ્રુપ દ્વારા 50 બાંકડાઓ મુકાયા છે જ્યારે સનાતન યુવા ગ્રુપ દ્વારા વધુ 10 બાંકડાઓ મૂકવામાં આવશે.આ નવા બાંકડાઓથી મોરબીના નાગરિકો માટે એક સુખદ અને આરામદાયક વાતાવરણ ઊભું થશે. મોરબી મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે ભવિષ્યમાં પણ જાહેર જનતાને ધ્યાનમાં રાખીને ગાર્ડન શાખા દ્વારા આવા વધુ પ્રયાસો હાથ ધરવામાં આવશે.