મોરબી : મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની ઓગસ્ટ માસની બેઠક તા. ૨૯/૦૮/૨૦૨૫ના રોજ બપોરે ત્રીજો માળ, ઇસ્ટ ઝોન, મહાનગરપાલિકા કચેરી, મહારાણી નંદકુવરબા આશ્રયગૃહ (રૈન બસેરા) ઇમારત, રેલવે સ્ટેશન રોડ મોરબી ખાતે બપોરે ૩ વાગ્યે રાખવામાં આવી છે.આ બેઠકમાં મોરબી મહાનગરપાલિકાના તમામ શાખા અધ્યક્ષને જાતે સમગ્ર વિગત સાથે ઉપસ્થિત રહેવાની સૂચના આપવામાં આવી છે. શાખા કક્ષાએ થયેલ કાર્યવાહીની પ્રશ્ન/ફરિયાદ રજુ કરનાર પદાધિકારી/અધિકારીને સંકલન સમિતિ બેઠક અગાઉ અહેવાલ મોકલવો તથા બેઠકમાં પ્રશ્ન ફરિયાદ સબંધિત જરૂરી સાધનિક કાગળો સાથે હાજર રહેવુ. આ સાથે જુલાઈ-૨૦૨૫ સંકલન સમિતિ બેઠક તા. તા.૧૮/૦૭/૨૦૨૫ ની કાર્યવાહી નોંધમાં જણાવેલ મ્યુનિસિપલ કમિશનરની સુચના મુજબ સરકારની જુદી જુદી જનભાગીદારીના કામો માટે આવેલ અરજીની વિગત તેમજ આવેલ અરજી અન્વયે કરેલ કાર્યવાહીની પુરતી વિગતો સાથે સિવિલ અને સીટી બ્યુટીફીકેશન શાખાને પ્રેઝન્ટેશન આપવા સુચના અપાઈ છે.