મોરબી : મોરબીના નવા હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં આજે 28 ઓગસ્ટના રોજ રાત્રે 9:30 વાગ્યે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રખ્યાત એવા મનોદિવ્યાંગ કમો હાસ્યની રમઝટ બોલાવશે.મોરબીના શનાળા રોડ ઉપર આવેલા ન્યૂ હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા નામના ગણેશ મહોત્સવનું સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર દ્વારા અયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ વિધ્નહર્તાની પૂજા અર્ચના, આરતી કરીને આરાધના કરવામાં આવે છે. ત્યારે આજે આ હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં રાત્રે કમો હાસ્યની રમઝટ બોલાવશે. આ કમાના હાસ્ય શોને નિહાળવા દરેક ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે.