સમાધાન મામલે દબાણ કરી કુટુંબીક સગાઓએ જ યુવાનનું ઢીમ ઢાળી દીધુંમોરબી : મોરબી શહેરના નવલખી ફાટક પાસે છોકરી ભગાડી લાવનાર કૌટુંબિક સગાએ છોકરીના પિતા સાથે સમાધાન કરાવવા દબાણ કરી યુવાન અને તેના પિતા ઉપર જીવલેણ હુમલો કરતા યુવાનનું મૃત્યુ નિપજતા હત્યાના આ બનાવ અંગે બે મહિલા સહિત છ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નવલખી ફાટક પાસે ઝૂંપડામાં રહેતા નરસીભાઈ જીવાભાઈ પરમાર ઉ.47 નામના યુવકે આરોપી વિજય ગુણાભાઈ પરમાર, શંકરભાઇ ઉર્ફે ચકુભાઈ ગુણાભાઈ પરમાર, ભગાભાઈ ગુણાભાઈ પરમાર, ભાવુબેન ગુણાભાઈ પરમાર, મંજુબેન વિજયભાઈ પરમાર અને આરોપી સનીભાઈ જંજવાડિયા રહે.બધા નવલખી ફાટક વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી શંકર ઉર્ફે ચકું બે મહિના અગાઉ છોકરી ભગાડી લાવ્યો હોય ફરિયાદીના મોટાભાઈ ગાભાભાઈ અને તેમના પુત્ર રમેશભાઈને સમાધાન કરાવી આપવા દબાણ કરી ગેરકાયદેસર મંડળી રચી હુમલો કરી રમેશભાઈને છરી, ધારીયા, લાકડી વડે હુમલો કરતા રમેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.જ્યારે ગાભાભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. હત્યાની ઘટના અંગે સીટી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.