મોરબી: મોરબીમાં આજે તા. 28-8-2025ના રોજ મોરબીની 'સ્વયમ્ સૈનિક દળ (SSD)' દ્વારા ગુજરાત રાજ્યમાં બુદ્ધ પૂર્ણિમાના દિવસને જાહેર રજા તરીકે ઘોષિત કરવા કલેક્ટર કચેરીમાં એક આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. SSD મૂળ નિવાસી (SC, ST, OBC અને લઘુમતી) સમાજના અધિકારો માટે કાર્ય કરતી સંસ્થા દ્વારા સમાજના અને ભારતના આસ્થાના કેન્દ્ર ગૌતમ બુદ્ધના જન્મ દિવસ એટલે કે બુદ્ધ પૂર્ણિમા Vesak Day ને જાહેર રજા તરીકે માન્યતા આપવા રજૂઆત કરી છે.