રાજકોટ : આગામી તારીખ 7 સપ્ટેમ્બર ને રવિવારના રોજ રાજકોટના રંગપર ગામ સ્થિત ધમ્મકોટ ખાતે વિપશ્યના શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ધમ્મકોટ વિપશ્યના કેન્દ્ર રાજકોટ આયોજિત વિપશ્યના શિબિર સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી યોજાશે. જેમાં જેતપુરના એમ.ડી. ડો. વાધવાણી વક્તા તરીકે ઉપસ્થિત રહીને જરૂરી માર્ગદર્શન આપશે. વિપશ્યનાના પ્રમુખ આચાર્ય એસ. એન. ગોયન્કાજી છે. આ શિબિરમાં નિ:શુલ્ક રજિસ્ટ્રેશન છે. રજિસ્ટ્રેશન માટે મો. નં. 7878727223, 7878727240, 9426202222 પર 6 સપ્ટેમ્બર બપોર સુધીમાં સંપર્ક કરવા જણાવ્યું છે.મોરબી થી તા.7/9/2025, રવિવારે જે વિપશ્યના પરિચય કાર્યક્રમ રાજકોટ કેન્દ્ર ઉપર રાખેલ છે. તેમાં જે લોકોએ વિપશ્યના નથી કરેલ તેમને વિપસ્યાના વિશેની સમજ મળે અને કેન્દ્ર પણ જોઈ શકે તે હેતુથી વિપશ્યના પરિચય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તો રાજકોટ કેન્દ્ર ઉપર જવા માટે તેમજ પાછા આવવા માટે વાહન વ્યવસ્થા કરાઈ છે. વાહન મોરબી થી જુના બસ સ્ટેશન, નવા બસ સ્ટેશન, રત્ન કલા ગાંધીના કારખાને થી પીકઅપ પોઇન્ટ રાખેલ છે. તેના રજિસ્ટ્રેશન માટે મોરબીના ધમ્મ સેવક (1) શૈલેષભાઇ કાલરીયા મો. નં. 9825643623 (2) પારસભાઈ વરમોરા મો. નં. 9913441134 (3) મનસુખભાઇ ઉઘરેજા મો. નં 8264132301નો સંપર્ક કરવા જણાવાયું છે.