મોરબી: મોરબી સિટી બી ડિવિઝન પોલીસે યોગીનગરમાંથી જુગાર રમતા બેને ઝડપ્યા છે. બાતમીના આધારે, પોલીસે યોગીનગર સ્કૂલ પાછળ જાહેરમાં દરોડો પાડી રૂ. ૧૧,૫૦૦ રોકડા જપ્ત કર્યા હતા. તેમજ મયુરભાઈ મનસુખભાઈ સીતાપરા (ઉં.વ. ૨૫) અને વિનોદભાઈ ગોવિંદભાઈ ઓગાણીયા (ઉં.વ. ૨૨)ની ધરપકડ કરી હતી. તેમજ સુનિલભાઈ બાબુભાઈ ઓગાણીયા નામના ફરાર આરોપીને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે.