એક સમયે રેલ્વે અને એસટી સહિતનો આવા ગમન થતો માર્ગ આજે ગુગલ મેપથી પણ બહાર ટંકારા : ટંકારા મોરબી નાકાનો રસ્તો રાજાશાહીના યુગમાં ટંકારાથી મોરબી જવા માટેનો મુખ્ય માર્ગ ગણાતો હતો જે ટંકારા-મોરબી રોડ આજે દયનીય સ્થિતિમાં છે. એક સમયે આ માર્ગ પર ધમધમતી કોટન મિલ, ટેલિફોનની ઓફિસ, રેલવે સ્ટેશન અને ધેટા કેન્દ્રની રોનક હતી દૈનિક એસટી બસ લગ્નની જાન અને હટાણુ ખરીદી માટે આવા ગમન આ માર્ગ ઉપર થતુ હતું પરંતુ આજે આ રસ્તો રિપેરિંગના અભાવે ગાંડા બાવળના જંગલમાં ફેરવાયો છે. એટલુ જ નહીં નાની ગલીઓ જેનાથી અજાણી નથી એ ગુગલ મેપમાં પણ આ માર્ગનો નામોનિશાન નથી, જે આ ઐતિહાસિક રસ્તાની દુર્દશાને દર્શાવે છે.સ્થાનિક પાટીદાર અગ્રણી મહેશ રાજકોટિયાએ આ માર્ગની બદતર હાલતના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરીને સરકારનું ધ્યાન દોર્યું છે. તેમણે આ રસ્તાને ફરીથી સુધારવા માટે રજૂઆત કરી છે. 1967 સુધી આ માર્ગ પર એસટી બસોની અવરજવર થતી હતી, અને આજે પણ ટંકારાના રહેવાસીઓ તેમજ અમરાપર અને ટોળ રોડના લોકો માટે આ માર્ગની તાતી જરૂર છે. સ્થાનિકોનું કહેવું છે કે, આ રસ્તો ફરીથી સુધારવામાં આવે તો ન માત્ર ટંકારા-મોરબીની કનેક્ટિવિટી સુધરશે, પરંતુ આ વિસ્તારના આર્થિક અને સામાજિક વિકાસને પણ વેગ મળશે. અને ટ્રાફિક સહિતની અનેક સમસ્યામાં રાહત મળશે.