મોરબી : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબી જિલ્લા કાર્યકર સંમેલન જલારામ ધામ મોરબી ખાતે આજ રોજ તા. 27-8-2025ના રોજ યોજવામાં આવ્યું હતું. આ કાર્યકર સંમેલનમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક રાષ્ટ્રીય પ્રમુખ ડો. પ્રવીણભાઈ તોગડીયા તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ રણછોડભાઈ ભરવાડ દ્વારા માર્ગદર્શન અને બૌદ્ધિક લાભ મળ્યો હતો. કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી નિર્મલસિંહ ખુમાણ અને રાષ્ટ્રીય બજરંગ દળના સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી જગદીશભાઈ વાડોદરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યકર સંમેલનને સફળ બનાવવા સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી, જિલ્લા અધ્યક્ષ સી.ડી.રામાવત, શહેર અધ્યક્ષ ભવિનભાઈ ઘેલાણી, જિલ્લા ઉપાધ્યક્ષ પ્રતાપભાઈ ચગ, રાષ્ટ્રીય બજરંગ દળ જિલ્લા સંયોજક ઉપરાંત ધર્મેન્દ્રભાઈ કાલરીયા, પારસભાઈ ચગ, નરેન્દ્રભાઈ, નિરાવભાઈ હાલાણી, પરેશભાઈ તન્ના, નિકુંજભાઈ તન્ના, ચિરાગભાઈ રાચ્છ ઉપરાંત આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ મહિલા સમિતિ જિલ્લા અધ્યક્ષ ભારતીબેન રામાવત, ઓજસ્વીની સમિતિના જિલ્લા અધ્યક્ષ તેજસ્વીબેન વગેરે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.