મોરબી : મોરબી શહેરના મહેન્દ્રનગરમાં આવેલ ધાયડી વિસ્તારમાં રહેતા વેલજીભાઈ મુળજીભાઈ સંઘાણી ઉ.67 નામના વૃદ્ધને છેલ્લા આઠેક મહિનાથી ફેફસાના કેન્સરની બીમારી થતા પથારીવશ રહેતા હોય બીમારી સબબ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.