ટંકારા : મોરબી- રાજકોટ હાઇવે ઉપર મિતાણા- હરિપર વચ્ચે આજે સવારે એક કાર પલ્ટી મારી ગઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવા એડવોકેટ કુલદીપ ચાવડાએ વિગતો આપતા જણાવ્યું કે સદનસીબે આ અકસ્માતમાં કાર સવાર લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં પુરપાટ ઝડપે દોડતા વાહનોના છાસવારે અકસ્માતો સર્જાય છે. ગઈકાલે પણ મિતાણા ઓવરબ્રિજ પાસે એક કારચાલકે સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર રોડ ઉપરથી ખેતરમાં ઉતરી ગઈ હતી. આવા અકસ્માતોના કારણે રોડની સાઈડમાં ચાલતા ટુ-વ્હીલર્સ ઉપર જોખમ તોળાઈ રહ્યું છે.