મોરબી : સૌરાષ્ટ યુનિવર્સિટી રાજકોટ દ્વારા તા. 25 ઓગસ્ટના રોજ આયોજિત ઇન્ટર કોલેજ (ભાઈઓ) બેડમિંટન સ્પર્ધામાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજના વિદ્યાર્થી એવા બંને સગા ભાઈઓ ચિરાગ ચૌહાણ અને અમૂલ ચૌહાણે અનુક્રમે દ્વિતીય તથા તૃતીય સ્થાન મેળવ્યું છે.આ કોલેજના સ્પોર્ટ્સ કો-ઓર્ડીનેટર ડૉ. એન. જી. કોડિયાતરના માર્ગદર્શન અને સંચાલન હેઠળ આ બંને ખેલાડીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, આ બંને ખેલાડીઓએ બેંગ્લોરની નામાંકિત શિવા સ્પોર્ટ્સ એકેડમી ખાતે 45 દિવસની ખાનગી ધોરણે પ્રેક્ટિસ કરી હતી. તેમની આ સિદ્ધિને કોલેજ પરિવારે બિરદાવે છે. તેઓ આગામી સાઉથ નેશનલ ગેમ્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.