વાંકાનેર: વાંકાનેર તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમે નેશનલ હાઇવે પરથી એક મહિન્દ્રા ટી.યુ.વી. કારમાંથી મોટી માત્રામાં દેશી દારૂનો જથ્થો ઝડપી રૂ. ૬,૧૫,૦૦૦/- નો કુલ મુદ્દામાલ કબ્જે કર્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, વાંકાનેર તરફ આવતા નેશનલ હાઇવે પર યક્ષપુરૂષનગર ગામ પાસેથી પસાર થઈ રહેલી GJ-03-JC-6751 નંબરની સફેદ કલરની ટી.યુ.વી. કારને વાંકાનેર સર્વેલન્સ ટીમે રોકીને તપાસ કરતા કારમાંથી ૧,૧૦,૦૦૦ની કિંમતનો ૫૫૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. જે સહિત કુલ ૬,૧૫,૦૦૦ નો કુલ મુદ્દામાલ કબ્જે કરાયો છે. પોલીસે કાર ચાલક શામજીભાઈ ઉર્ફે વિજય સુખાભાઈ સારલા (રહે. નળખંભા, થાનગઢ)ને પકડી લેવામાં આવ્યા હતા. તેમજ આ દારૂનો જથ્થો સપ્લાય કરનાર દશરથભાઈ રમેશભાઈ કણજરીયા (રહે. સામતપર, સાયલા) અને મંગાવનાર ઈશીદ ઉર્ફે ભુરો (રહે. મોરબી)ને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.