મોરબી: ઓગસ્ટ ૨૦૨૫માં, મોરબીની સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા માર્ગ સલામતી અંતર્ગત વાહનો સામે સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન, કુલ ૧૨૧૧ વાહનોને ચલણ ઇશ્યુ કરીને રૂ. ૮૨.૬૪ લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો.મોટર વાહન અધિનિયમ, ૧૯૮૮ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરનારા વાહનો વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ઓવરલોડ હોય તેવા ૩૦૪ વાહનો, ઓવરડાયમેન્શનના ૧૧૪ કિસ્સા, ફિટનેસ વિનાના ૧૨૪ વાહનો, ડ્રાઇવિંગ લાઇસન્સ વિના વાહન ચલાવતા ૨૫૯ ચાલકો, માર્ગ સલામતી સંબંધિત ગુનાઓ માટે ૧૭૯ વાહનો, નિયમ વિરુદ્ધની નંબર પ્લેટવાળા ૨૨૬ વાહનો, અને વીમા વિનાના ૧૯૬ વાહનો વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત, કાળા કાચવાળા ૨૮ વાહનો, હેલ્મેટ ન પહેરનારા ૫૫ વાહનચાલકો અને મોટર વાહન ટેક્સ ન ભર્યો હોય તેવા ૩૬ વાહનો સામે પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.