મોરબી : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક પ્રમુખ ડો. પ્રવિણ તોગડીયાજી કાલે બુધવારે મોરબી આવી રહ્યા છે. આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ- રાષ્ટ્રીય બજરંગ દળ સવારે ૧૦ કલાકે જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડો.પ્રવીણ તોગડીયાજીનું વકતવ્ય યોજાશે. ત્યારબાદ કાર્યક્રમ પુર્ણ થયે મહાપ્રસાદ યોજાશે. આ કાર્યક્રમમાં પધારવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ - રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જીલ્લા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેમ યાદીમાં જણાવાયું છે.