આધુનિક ફિલ્ટર હાઉસ, પંપ હાઉસ તથા HT અને LT રૂમ બનાવાશે : આગામી સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી કામ ચાલુ કરાવવામાં આવશેમોરબી : મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં પીવાના પાણીનું વિતરણ કરવા માટે ગૌશાળા (લીલાપર રોડ) ખાતે ૧૦.૫ MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું કામ મંજુર કરવામાં આવ્યું છે. હવે આગામી સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી કામ ચાલુ કરાવવામાં આવશે. જેમાં આધુનિક ફિલ્ટર હાઉસ, પંપ હાઉસ તથા HT અને LT રૂમ બનાવાશે.ગુજરાત સરકાર દ્વારા મોરબી નગરપાલિકાને તા-૦૧/૦૧/૨૦૨૫ ના રોજ મહાનગરપાલિકાનો દરરજો આપવામાં આવ્યો હતો. તદઉપરાંત મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાગી વિકાસ માટે વિવિધ વિકલ્પો અમલમાં મુકવામાં આવી રહ્યા છે. શહેરમાં પાણી પુરવઠો. ડ્રેનેજ, માર્ગ સુધારણા, સફાઇ, ટ્રાફિક મેનેજમેન્ટ, બાગબગીચા અને સૌંદર્યકરણ જેવી સેવાઓમાં સુધારો લાવવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા નવા પ્રોજેક્ટ બહાર પાડવામાં આવી રહ્યા છે.તે અંતર્ગત મોરબી મહાનગરપાલિકા ફિલ્ટર પ્લાન્ટ કે જેમનું નિર્માણ ૧૯૭૧માં થયું હતું અને જે આજ દિન સુધી કાર્યરત હોય પરંતુ તે બિલ્ડીંગ બાંધકામ તંત્રની દૃષ્ટિએ ઘણી જર્જરિત હાલતમાં છે આ બાબતને ધ્યાને રાખતા મોરબી મહાનગરપાલિકા દ્વારા ગૌશાળા હેડ વર્કસ ખાતે આવેલ ૧૦.૫ MLD ક્ષમતા ધરાવતા જૂના પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ વિગતવાર સર્વે કરાવી DPR તૈયાર કરાવેલ તેમજ DPR ને સરકારમાં મોકલી આપેલ હતો. જે અંતર્ગત ગુજરાત મ્યુન્સિપલ ફાઈનેન્સ બોર્ડે રકમ રૂ-૪.૯૪ કરોડની મંજુરી આપી છે. તો હવે આગામી સમયમાં આ કામની ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરી કામ ચાલુ કરાવવામાં આવશે. જેમાં આધુનિક તકનીકી આધારિત ફિલ્ટર હાઉસ, પંપ હાઉસ તથા HT અને LT રૂમનું નિર્માણ કરવામાં આવશે આ નવા પ્લાન્ટથી મોરબી શહેરને શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે. તેમ સિટી ઇજનેરની યાદીમાં જણાવાયુ છે.