મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦(શહેરી) અન્વયેના બેનીફીશયરી લેડ કન્સ્ટ્રકશન(BLC) ઘટકના ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા ત્રણ સ્થળોએ તા.૨૮થી ૩૦ સુધી કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે.સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦(શહેરી) નું અમલીકરણ કરવામાં આવેલ છે. જેમાં BLC ઘટક અંતર્ગત નેશનલ બિલ્ડીંગ કોડના ધારા-ધોરણ મુજબ ૩૦ ચો.મી થી ૪૫ ચો.મી. કાર્પેટ વિસ્તાર સુધીની મર્યાદામાં ઓછામાં ઓછા બે રૂમ, રસોડું અને શૌચાલય-બાથરૂમની સુવિધા સાથે પાકા નવા આવાસનું બાંધકામ કરી શકાશે. જે માટે પ્રતિ આવાસ દીઠ કેન્દ્ર સરકાર દ્વારા રકમ રૂ. ૧,૫૦,૦૦૦/- અને રાજ્ય સરકારશ્રી દ્વારા રકમ રૂ. ૨,૫૦,૦૦૦/- એમ કુલ મળીને રકમ રૂ.૪,૦૦,૦૦૦/- ની સહાય ૪(ચાર) હપ્તામાં મળવાપાત્ર રહેશે. જે અંતર્ગત મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારના નાગરિકો કે જેઓ પોતાની માલિકીનું કાચું, અર્ધ કાચું, જર્જરિત કે ખુલ્લો પ્લોટ ધરાવે છે અને તેઓની કૌટુંબિક વાર્ષિક આવક રકમ રૂ.૩.૦૦(ત્રણ) લાખ સુધીની છે અને ભારતભરમાં આવાસની યોજનાના કોઈપણ ઘટકમાં લાભ લીધેલ નથી તેવા લાભાર્થીઓ પોતાની માલિકીનું પાકું નવું મકાન બાંધકામ કરવા ઈચ્છે છે તેઓને ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા કેમ્પ(મેળા)નું આયોજન કરવામાં આવેલ છે. જેનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી) અન્વયેના બેનીફીશયરી લેડ કન્સ્ટ્રકશન(BLC) ઘટક ના કેમ્પ(મેળા)નું સ્થળ જોઈએ તો મોરબી મહાનગરપાલિકા ક્લસ્ટર-૨ની કચેરી(જૂની અમરેલી ગ્રામપંચાયતની કચેરી),મોરબી ખાતે ૨૮/૦૮/૨૦૨૫ને ગુરુવારના રોજ સવારે ૧૦:૩૦ થી ૦૫:૩૦, મોરબી મહાનગરપાલિકા ક્લસ્ટર-૯ની કચેરી(જૂની શનાળા ગ્રામપંચાયતની કચેરી), મોરબી ખાતે તા.૨૯/૦૮/૨૦૨૫ને શુક્રવારના રોજ સમય સવારે ૧૦:૩૦ થી ૦૫:૩૦ વાગ્યે, મોરબી મહાનગરપાલિકા ક્લસ્ટર-૮, સોમનાથ મહાદેવનું મંદિર, છોટાલાલ પેટ્રોલપંપ પાસે, શનાળા રોડ,મોરબી ખાતે તા.૩૦/૦૮/૨૦૨૫ને શનિવારના રોજ સવારે ૧૦:૩૦ થી ૦૫:૩૦ ખાતે કેમ્પ યોજાશે.