મોરબી : મોરબી શહેરમાં માધાપર વિસ્તારમાં કપિલા હનુમાનજી મંદિર નજીક રહેતા કાળુભા ગોવિંદભાઇ ગૂઢડા ઉ.53 નામના આધેડ ઘરે ફળિયામાં બાંધેલ ગાયને દોહવા જતા હતા ત્યારે ફળિયાની દીવાલમાં લગાવવામાં આવેલ ઇલેક્ટ્રિક બોર્ડને અડકી જતા વીજ શોક લાગવાથી મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.