છેલ્લા 24 કલાકમાં ડેમોના કેચમેન્ટ એરિયામાં એકથી લઈ ચાર ઈંચ સુધી વરસાદ પડ્યો : બ્રાહ્મણી-1 અને ઘોડાધ્રોઇ ડેમ ઓવરફ્લો : મચ્છુ-2 ડેમ 58.62 ટકા ભરાયોમોરબી : મોરબી જીલ્લામાં છેલ્લા થોડા દિવસોથી પડી રહેલા વરસાદને કારણે ડેમોમાં નવા નિરની આવક યથાવત છે. બ્રાહ્મણી-1 અને ઘોડાધ્રોઇ ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. જ્યારે મચ્છુ-3, બ્રાહ્મણી-2 અને ઘોડાધ્રોઇ ડેમના એક-એક દરવાજા આજે પણ ખુલ્લા છે. ડેમના કેચમેન્ટ એરિયા તથા ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે જિલ્લાના મોટાભાગના ડેમોમાં પાણીની સપાટી વધી છે. આજ સવારની સ્થિતિએ મચ્છુ-1 ડેમ 73.43 ટકા ભરાયો છે. ડેમના કેચમેન્ટ એરિયામાં 24 કલાકમાં 29 મિમી વરસાદ પડ્યો છે. મચ્છુ-2 ડેમ 58.52 ટકા ભરાયો છે.ડેમના કેચમેન્ટ એરિયામાં 24 કલાકમાં 37 મિમી વરસાદ પડ્યો છે. મચ્છુ-3 ડેમ 67.83 ટકા ભરાયો છે. ડેમનો 1 દરવાજો 0.0750 મીટર ખોલવામાં આવ્યો છે.ડેમના કેચમેન્ટ એરિયામાં 24 કલાકમાં 58 મિમી વરસાદ પડ્યો છે. ડેમી-1 ડેમ 26.94 ટકા ભરાયો છે.ડેમના કેચમેન્ટ એરિયામાં 24 કલાકમાં 20 મિમી વરસાદ પડ્યો છે. ડેમી-2 ડેમ 35.63 ટકા ભરાયો છે.ડેમના કેચમેન્ટ એરિયામાં 24 કલાકમાં 45 મિમી વરસાદ પડ્યો છે. ડેમી-3 ડેમ 3.13 ટકા ભરાયો છે.ડેમના કેચમેન્ટ એરિયામાં 24 કલાકમાં 70 મિમી વરસાદ પડ્યો છે.બ્રાહ્મણી-1 ડેમ 97.89 ટકા ભરાયો છે. ડેમના કેચમેન્ટ એરિયામાં 24 કલાકમાં 80 મિમી વરસાદ પડ્યો છે. બ્રાહ્મણી -2 ડેમ 57.32 ટકા ભરાયો છે. ડેમનો 1 દરવાજો 0.0750 મીટર ખોલવામાં આવ્યો છે. ડેમના કેચમેન્ટ એરિયામાં 24 કલાકમાં 100 મિમી વરસાદ પડ્યો છે. જ્યારે ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાયો છે. ડેમનો 1 દરવાજો 0.15 મીટર ખોલાયો છે. ડેમના કેચમેન્ટ એરિયામાં 24 કલાકમાં 75 મિમી વરસાદ પડ્યો છે. બંગાવડી ડેમ 12.82 ટકા ભરાયો છે.ડેમના કેચમેન્ટ એરિયામાં 24 કલાકમાં 30 મિમી વરસાદ પડ્યો છે.