મચ્છુ-3, બ્રાહ્મણી-2 અને ઘોડાધ્રોઇ ડેમના એક-એક દરવાજા હજુ ખુલ્લામોરબી : મોરબી જીલ્લામાં છેલ્લા થોડા દિવસોથી પડી રહેલા વરસાદને કારણે ડેમોમાં નવા નિરની આવક યથાવત છે. મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ 61 ટકા ભરાઈ ગયો છે. બીજી તરફ મચ્છુ-3, બ્રાહ્મણી-2 અને ઘોડાધ્રોઇ ડેમના એક-એક દરવાજા આજે સાંજે પણ ખુલ્લા છે. આજે સાંજે 6 વાગ્યાની સ્થિતિએ મચ્છુ-1 ડેમ 75.21 ટકા ભરાયો છે. મચ્છુ-2 ડેમ 61.23 ટકા ભરાયો છે. તેમાં 1766 એમસીએફટી પાણી સંગ્રહીત થયું છે. મચ્છુ-3 ડેમ 67.84 ટકા ભરાયો છે. ડેમનો 1 દરવાજો 9 ઈંચ ખોલવામાં આવ્યો છે. ડેમી-1 ડેમ 26.94 ટકા ભરાયો છે. ડેમી-2 ડેમ 38.86 ટકા ભરાયો છે. ડેમી-3 ડેમ 3.02 ટકા ભરાયો છે.બ્રાહ્મણી-1 ડેમ 97.88 ટકા ભરાયો છે. બ્રાહ્મણી -2 ડેમ 57.32 ટકા ભરાયો છે. ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલવામાં આવ્યો છે. ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાયો છે. ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલાયો છે. બંગાવડી ડેમ 15.37 ટકા ભરાયો છે.