મોરબી: આવતીકાલે 26 ઓગસ્ટ ને મંગળવારના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે. ટેકનિકલ કારણોસર તમામ ટ્રેનો રદ કરાઈ છે. રદ થયેલી ટ્રેનોમાં મોરબીથી વાંકાનેર જતી ટ્રેન નંબર 79452, ટ્રેન નંબર 79442, ટ્રેન નંબર 79454, ટ્રેન નંબર 79444, ટ્રેન નંબર 79446 અને ટ્રેન નંબર 79448 નો સમાવેશ થાય છે. આ ઉપરાંત વાંકાનેરથી મોરબી જતી ટ્રેન નંબર 79441, ટ્રેન નંબર 79443, ટ્રેન નંબર 79453, ટ્રેન નંબર 79445, ટ્રેન નંબર 79447 અને ટ્રેન નંબર 79451 રદ કરાય છે. રેલવે દ્વારા યાત્રીઓને ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા શરૂ કરવા અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની જાણકારી માટે www.enquiry.indianrail.gov.in પરથી માહિતી મેળવવા અનુરોધ કરાયો છે.