ટંકારા : ટંકારા પંથકમાં સારો વરસાદ પડતા ટંકારામાંથી પસાર થતી ડેમી નદીમાં નવા નીર આવ્યા છે અને આજે રવિવારે સવારે 10 વાગ્યાની આસપાસ ડેમી નદી ઓવરફ્લો થઇ છે. જેના કારણે ડેમી નદી બે કાંઠે વહી રહી છે. મહર્ષિ દયાનંદ ગુરુકુળ પાસેથી વહેતી ડેમી નદી ભરપૂર વહેતી થતા ટંકારા વાસીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.મહત્વનું છે કે, મોરબી જિલ્લાના મોટાભાગના ડેમો પર સારો વરસાદ નોંધાયો છે. જેમાં ડેમી-3 ડેમ પર 20 મી.મી., મચ્છુ-1માં 17 મી.મી., ડેમી-2 ડેમ પર 25 મી.મી., ગોડાધરી ડેમ પર 20 મી.મી., ડેમી-1 ડેમ પર 10 મી.મી., બંગાવાડી ડેમ પર 30 મી.મી., બ્રહ્માણી ડેમ પર 10 મી.મી., બ્રહ્માણી-2 ડેમ પર 20 મી.મી., મચ્છુ-3 ડેમ પર 10 મી.મી. વરસાદ નોંધાયો છે.