ટંકારા : ટંકારા પંથકમાં આજે રવિવારે સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ટંકારા તાલુકામાં વિવિધ વિસ્તારમાં વરસાદ સવારથી જ વરસાદ શરૂ થયો છે. ટંકારા તાલુકાના હમીરપર ગામે વરસાદ વરસ્યો છે. તો નાના ખીજડીયા થી ધુનડા રોડ પર પણ વરસાદ પડ્યો છે. ટંકારાની મિતાણા ચોકડી ખાતે પણ વરસાદ પડ્યો છે. લજાઈ ચોકડી થી હડમતીયા રોડ પર પણ વરસાદ પડ્યો છે. ટંકારા મામલતદાર ફ્લડ કોન્ટ્રોલ રૂમ ખાતે વહેલી સવારે 22 મી. મી. એટલે કે 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોથી ટંકારા પંથકમાં સારો વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે અને જળાશયોમાં પણ નવા નીરની આવક થઈ છે.