બ્રાહ્મણી-1 અને ઘોડાધ્રોઇ ડેમ ઓવરફ્લો : મચ્છુ-2 ડેમ 56.86 ટકા ભરાયોમોરબી : મોરબી જીલ્લામાં છેલ્લા થોડા દિવસોથી પડી રહેલા વરસાદને કારણે ડેમોમાં નવા નિરની આવક નોંધાઈ છે. બ્રાહ્મણી-1 અને ઘોડાધ્રોઇ ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. જ્યારે મચ્છુ-3, બ્રાહ્મણી-2 અને ઘોડાધ્રોઇ ડેમના એક-એક દરવાજા ખોલાયા છે. ડેમના કેચમેન્ટ એરિયા તથા ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે જિલ્લાના મોટાભાગના ડેમોમાં પાણીની સપાટી વધી છે. આજ સાંજની સ્થિતિએ મચ્છુ-1 ડેમ 72.33 ટકા ભરાયો છે. મચ્છુ-2 ડેમ 56.86 ટકા ભરાયો છે. મચ્છુ-3 ડેમ 67.64 ટકા ભરાયો છે. ડેમનો 1 દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો છે. ડેમી-1 ડેમ 25.65 ટકા ભરાયો છે. ડેમી-2 ડેમ 35.17 ટકા ભરાયો છે. ડેમી-3 ડેમ 2.67 ટકા ભરાયો છે. બ્રાહ્મણી-1 ડેમ 97.88 ટકા ભરાયો છે. બ્રાહ્મણી -2 ડેમ 57.37 ટકા ભરાયો છે. ડેમનો 1 દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો છે. જ્યારે ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાયો છે. ડેમનો 1 દરવાજો 1 ફૂટ ખોલાયો છે. બંગાવડી ડેમ 12.02 ટકા ભરાયો છે.