ટંકારા : ગુજરાતમાં ચોમાસાની સિઝન દરમિયાન અવિરત મેઘમહેરે રાજ્યના અનેક વિસ્તારોને અસર કરી છે. મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં પણ વરસાદનું જોર યથાવત રહ્યું છે. ટંકારા મામલતદાર કચેરી ખાતે નોંધાયેલા અહેવાલો અનુસાર, 24 ઓગસ્ટના રોજ સવારે 10થી 12 વાગ્યાના સમયગાળા દરમિયાન વધુ 32 એમએમ વરસાદ નોંધાયો હતો, સવારે 8 થી 10 સુધી 22 એમ આજે સવારથી બપોર સુધીમાં વરસાદ 54 એમએમ સુધી પહોંચ્યો છે. આ ભારે વરસાદના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારો તળબોળ થયા છે. જેનાથી જનજીવન અને ખેતીવાડી પર નોંધપાત્ર અસર થઈ છે.