પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતી શિક્ષિકાઓ અને અન્ય ગૃહિણીઓ સહિત 16 બહેનોની ટીમે હળવદનું ગૌરવ વધાર્યું મોરબી:મોરબી મુકામે આવેલ નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે આજે 24મી ઑગસ્ટે યોજાયેલા મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં, હળવદની 'રંગીલું હળવદ' ટીમે રાસ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવીને તાલુકાનું ગૌરવ વધાર્યું છે.21 થી 59 વર્ષના વયજૂથમાં યોજાયેલી આ સ્પર્ધામાં, હળવદ તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતી શિક્ષિકાઓ અને અન્ય ગૃહિણીઓ સહિત કુલ 16 બહેનોની આ ટીમે ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં મોરબી જિલ્લાના તમામ પાંચ તાલુકામાંથી ટીમોએ ભાગ લીધો હતો. ત્યારે ટીમના આ અદભુત પ્રદર્શન બદલ તેમને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સફળતાએ હળવદનું નામ રોશન કર્યું છે.