શેરીમાં પાળો કરવા મામલે લાકડીઓ ઉડી, પાણાવાળી પણ થઈવાંકાનેર : વાંકાનેર શહેરના આરોગ્યનગર વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ પ્રશ્ને બે પાડોશી પરિવાર વચ્ચે જામી પડતા લાકડી અને પાણા ફેંકી એક બીજાને ઇજાઓ પહોંચાડતા બઘડાટીના બનાવ અંગે સામસામી ફરિયાદ નોંધાઇ છે.વાંકાનેર આરોગ્યનગરમાં રહેતા પરેશભાઈ મહેશભાઈ પતલિયાએ આરોપી મંજુબેન જીવાભાઈ માણસુરીયા, કોમલબેન રાહુલભાઈ માણસુરીયા અને રાહુલભાઈ જીવાભાઈ માણસુરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેમના આડોશી પાડોશી કચરો ફેકતા હોય વરસાદી પાણી ભરાતું હોવાથી ઘર પાસે માટીનો પાળો કરતા આરોપીઓ પાળો તોડી ફરિયાદીના માતા સાથે ઝઘડો કરતા હોવાથી વચ્ચે પડતા ત્રણેય આરોપીઓએ લાકડી વડે માર મારી પ્રાઇવેટ પાર્ટમાં ઇજા કરી ઢીકા પાટુનો માર માર્યો હતો.જ્યારે સામાપક્ષે રાહુલભાઈ જીવરાજભાઈ માણસુરીયાએ આરોપી સવિતાબેન મહેશભાઈ પતરિયા, અલ્પેશભાઈ મહેશભાઈ પતરિયા અને આરોપી પરેશભાઈ મહેશભાઈ પતરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી માટીનો પાળો કરી વરસાદી પાણીના નિકાલ અવરોધતા પાળો હટાવવાનું કહેતા ઝઘડો કરી લાકડી વડે માર મારી પથ્થરના ઘા કરી ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ કરતા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.