ટંકારા : સ્વચ્છ ભારત મિશન (અર્બન) અંતર્ગત ટંકારા નગરપાલિકાએ શાળામાં અને શહેરી ગલીમાં નાટકો દ્વારા સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં ચીફ ઓફિસર મેહુલ જોધપુરા, SWMના ભાગ્યશ્રી સોલંકી અને MISના રીના જાદવ સહિતના નગરપાલિકાના સ્ટાફે ભાગ લીધો હતો. શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે નાટકો દ્વારા સફાઈ અભિયાન જેવી પ્રવૃત્તિઓ યોજાઈ હતી, જ્યારે શેરી નાટકો દ્વારા નાગરિકોને કચરા વ્યવસ્થાપન અને સ્વચ્છતા વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમે ટંકારાના નાગરિકો અને યુવાનોમાં સ્વચ્છતા પ્રત્યેની સભાનતા વધારી હતી જે સ્વચ્છ ભારતના ધ્યેયને આગળ ધપાવવામાં મદદરૂપ થશે.