ટંકારા : આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ટંકારા નગરની કારોબારીની ઘોષણા કરવામાં આવી. જેમાં નગર મંત્રી તરીકે ઋતુરાજસિંહ જાડેજા, નગર સહ મંત્રી તરીકે ધ્રુવરાજસિંહ ઝાલા અને લવભાઈ દેત્રોજાની ઘોષણા કરવામાં આવી. મહત્વનું છે કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદએ 9 જુલાઈ 1949 થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વનું સૌથી મોટું વિધાર્થીઓનું સંગઠન છે.