મોરબી : શ્રાવણ માસની અમાસ નિમિતે અમરનાથ જ્યોતિર્લિંગ તેમજ દ્વાદશ જ્યોતિર્લિંગના આહલાદક સ્વરૂપના દર્શનનું આયોજન રોયલ પાર્ક મોરબીમાં રહેતા કિરણબેન હિતેન્દ્રભાઈ મારુ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમના દ્વારા છેલ્લા 9 વર્ષથી ભક્તિભાવપૂર્ણ આયોજન કરવામાં આવે છે. અને તમામ સોસાયટીના રહેવાસીઓ તથા અનેક ભક્તો પણ આ દર્શનનો લાભ લઇ આશીર્વાદ મેળવે છે. તથા તેમની મનોકામના પૂર્ણ કરે છે.