શ્રાવણ માસના અંતિમ દિવસે વિશેષ આયોજન : સવારે ૮ થી રાત્રે ૧૧ વાગ્યા સુધી ભાવિકો દર્શનનો લ્હાવો લઈ શકશેમોરબી: શ્રાવણ માસના પવિત્ર અવસર નિમિત્તે મોરબીના શ્રી રામજી મંદિર યુવા ગ્રુપ (ભાંડિયાની વાડીની બાજુમાં, રામજી મંદિર, શનાળા રોડ) દ્વારા એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસના છેલ્લા દિવસે એટલે કે આજે ૨૩ ઓગસ્ટ ૨૦૨૫, શનિવારના રોજ ૧૨ જ્યોતિર્લિંગ સાથે અમરનાથ શિવલિંગના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.શનાળા રોડ પર ભાંડિયાની વાડીની બાજુમાં આવેલ રામજી મંદિરે સવારે ૮ થી રાત્રે ૧૧ વાગ્યા સુધી ભાવિકો દર્શનનો લ્હાવો લઈ શકશે. આયોજકોએ તમામ શિવભક્તોને આ દિવ્ય દર્શનનો લાભ લેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. શ્રાવણ મહિનાના અંતિમ દિવસે ભક્તોને એક જ સ્થળે ૧૨ જ્યોતિર્લિંગ અને અમરનાથ શિવલિંગના દર્શનનો અદ્ભુત અનુભવ કરી શકશે.