મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 22 ઓગસ્ટ ને શુક્રવારના રોજ ઘઉં, તલ, જીરું, બાજરો, સોયાબીન, તુવેર, ચણા અને કાળાતલ ઉપરાંત લીલા મરચાં, રીંગણાં, કારેલાં, ગુવાર, ભીંડો, ટામેટાં, કોબીજ, કાકડી, લીંબુ, દૂધી અને સુક્કી ડુંગળી સહિતની શાકભાજીની પણ આવક થઈ હતી. આજે 164 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી અને ઘઉંના સૌથી ઊંચા ભાવ રૂપિયા 544 પ્રતિ મણ બોલાયા હતા.આ ઉપરાંત 291 ક્વિન્ટલ તલની આવક થઈ છે અને તલના ઊંચા ભાવ રૂપિયા 1988 સુધી બોલાયા હતા. તો જીરુંના 3601, બાજરાના 538, સોયાબીનના 827, તુવેરના 1200, ચણાના 1179 અને કાળા તલના 3900 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 120 રૂપિયા, રીંગણાના 300 રૂપિયા, કારેલાના 100 રૂપિયા, ગુવારના 600 રૂપિયા, ભીંડાના 360 રૂપિયા, ટામેટાના 1000 રૂપિયા, કોબીજના 400 રૂપિયા, કાકડીના 200 રૂપિયા, લીંબુના 400 રૂપિયા, દુધીના 140 રૂપિયા અને સુક્કી ડુંગળીના 360 રૂપિયા ભાવ બોલાયા છે.