વાંકાનેર : વર્ષ 2025-26માં MSP (CCI) હેઠળ કપાસ વેચવા માટે તારીખ 30 ઓગસ્ટ 2025થી ગુગલ પ્લે સ્ટોર અને એપલ iOS સ્ટોર પર ઉપલબ્ધ મોબાઈલ એપ્લિકેશન કપાસ કિસાન (KAPAS KISAN) દ્વારા નોંધણી કરાવી શકાશે. વાંકાનેર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની યાદીમાં જણાવ્યા પ્રમાણે તારીખ 1 સપ્ટેમ્બર 2025 થી 30 સપ્ટેમ્બર 2025 સુધી CCI હેઠળ કપાસ વેચવા માટે રજિસ્ટ્રેશન થઈ શકશે. રજિસ્ટ્રેશન કરવા માટે સૌપ્રથમ કપાસ કિસાન એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. ત્યારબાદ 7-12 તથા 8અ કપાસનું વાવેતર લખેલું હોય તેવું અને જો લખેલું ન હોય તો તલાટી કમ મંત્રી પાસેથી 7-12 અને 8અમાં સહી સિક્કા સાથે રજૂ કરવાનું રહેશે. સાથે જ આધાર કાર્ડ આપવાનું રહેશે. રજિસ્ટ્રેશનની સમય મર્યાદા દરમિયાન ખેડૂતભાઈઓએ સ્વ નોંધણી કરાવી લેવી. રજિસ્ટ્રેશન કરાવ્યા વિના કોઈ ખેડૂતનો કપાસ CCI ખરીદશે નહીં. વધુ માહિતી માટે માર્કેટિંગ યાર્ડનો સંપર્ક કરવા જણાવાયું છે.